← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બનીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગયો મંદિરે હું પુજારી બનીને,
ફરું છું બજારે શિકારી બનીને.

ઘરે ગર્જનાઓ, અને બોસ આગળ
નમું હાથ જોડી ભિખારી બનીને.

ઘણા સાપ શબ્દો નચાવ્યા અમે પણ,
સમય પણ નચાવે મદારી બનીને.

લગાવ્યું બધું દાવ પર, જીવ પણ, ને
ઝુકાવ્યું પ્રણયમાં જુગારી બનીને.

પરાગે ગઝલના બધા તાર છેડ્યા,
રખડતો જગતમાં સિતારી બનીને.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #દંભ #વ્યંગ #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #ManyRoles #Hypocrisy #Satire #TimeTheCharmer #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશક્ય છેઆગલો લેખ →પહેલું રુદન