← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાવીસમે માળે વસંત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફ્લૅટની બાલ્કનીમાં
એક કૂંડું છે,
એમાં
એક ગુલાબ ખીલ્યું.

આખી સોસાયટીએ
એનો ફોટો પાડ્યો,
સ્ટેટસ મૂક્યું:
‘વસંત આવી!’

નીચેથી
બાવીસમા માળ સુધી
એક પણ ભમરો
પહોંચી શક્યો નહીં —
લિફ્ટ બંધ હતી.

ગુલાબ
મૂંઝાયું.
એણે તો
ખાલી
થોડું પાણી
ને એક ભમરો
માગ્યો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહસતાં રહીએઆગલો લેખ →હરિની કેડી