← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ સાંજે છ વાગ્યે
બાપુજી
બારી પાસે ખુરશી ખેંચીને બેસે છે.

રસ્તા પર
ગાડીઓ આવે, જાય.
દરેક સફેદ ગાડી જોઈને
એમની આંખો
સહેજ ઊંચી થાય છે,
ને પાછી ઢળી જાય છે.

દીકરો તો
બાર વરસથી
બીજા ખંડમાં છે.
એની ગાડી પણ
કદાચ સફેદ નથી.

છતાં
દરરોજ છ વાગ્યે
બાપુજી બારી ખોલે છે —

કેમ કે
બારી બંધ કરવી,
એ સ્વીકારવા જેવું છે
કે હવે
કોઈ નથી આવવાનું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહવામાંઆગલો લેખ →અચાનક