બાની વાર્તા
બા હવે
વાર્તા ભૂલી ગઈ છે.
રાજા, રાણી, પરી, રાક્ષસ —
બધાં
એની યાદમાંથી
ધીરે ધીરે
ઊડી ગયાં.
પૌત્ર જીદ કરે છે:
‘બા, વાર્તા!’
બા થોડી વાર
છત સામે જુએ છે,
પછી કહે છે:
‘એક હતો દીકરો…’
ને અટકી જાય છે.
પૌત્ર પૂછે: ‘પછી?’
બા કહે:
‘પછી
પરદેશ ગયો.’
ને બાની
એ એક જ વાર્તા
હવે રોજ રાતે
પૂરી થયા વિના
ઊંઘી જાય છે.
– પરાગ રતનપરા