← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અનહદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી પાસે
એક જ કટોરી છે,
ને તું
આખું ચોમાસું થઈને
વરસે છે.

હું દોડું છું —
ઘડો લાવું,
માટલું લાવું,
ટાંકી ભરું,
તોય
આંગણું છલકાઈ જાય છે.

થાકીને
હું
કટોરી પણ
નીચે મૂકી દઉં છું
ને ઉઘાડે માથે
ઊભો રહું છું.

ત્યારે સમજાય છે —
તને
ઝીલવાનો નથી,
તારામાં
ભીંજાવાનું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતિરાડે પૂનમઆગલો લેખ →છૂટા શેર ૧૦૬૬–૧૧૨૪