← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી એક ઇચ્છા, અધૂરી રહી ગઈ,
હતી જે જરૂરી, જરૂરી રહી ગઈ.

મળી ઓળખાણો ઘણી આ જગતમાં,
સગા સાથ વચ્ચે ય દૂરી રહી ગઈ.

ભલે સ્થાન ઊંચું, ભલે તાજ માથે,
નમેલી કમરમાં હજૂરી રહી ગઈ.

ઉતાવળ કરીને બધું પી ગયો હું,
તળે જામમાં બસ સબૂરી રહી ગઈ.

પરાગે બધાં ફૂલ ખોલ્યાં હવામાં,
કળી એક ખૂણે જ ઝૂરી રહી ગઈ.

– પરાગ રતનપરા

#ગઝલ #ઇચ્છા #અધૂરપ #સબૂરી #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #UnfulfilledDesires #Patience #Longing #LifeReflections #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીવાટાણુંઆગલો લેખ →મોજીલા