આયને
મોં ભલે હસતું રહે, દેખાય સાચું આયને,
ને ઉપરના રંગ નીચે, હૃદય કાચું આયને.
ગાલની રેખા કહે છે, કેટલું જીવી ગયો,
ઉમ્રની આખી કથા હું રોજ વાંચું આયને.
ઓઢણી જૂની ધરીને દીકરી હરખી કહે:
‘મા, જુઓ, હું પણ તમારી જેમ નાચું આયને.’
કોઈ ગાળો દે, ભલે પૂજે, મને પરવા નથી,
હું જ છું, બસ એટલામાં ખૂબ રાચું આયને.
આ ‘પરાગે’ ફૂલ થઈ ખીલી, ખરી, ઊડી ગયો,
તોય મ્હેકીને મળે છે એ જ પાછું આયને.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #સત્ય #ઉંમર #આત્મસ્વીકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Truth #Ageing #SelfAcceptance #ParagRatanpara