આવી ગઝલ
ના ટકોરા, ના ખબર, ને રાતમાં આવી ગઝલ,
મિત્ર સાથે સાવ સાદી વાતમાં આવી ગઝલ.
ગ્રંથ વાંચ્યા, કોશ ખોલ્યા, તોય ના સૂઝ્યું કશું,
આંખ મીંચી ત્યાં જ મારી જાતમાં આવી ગઝલ.
આંખ માની બંધ થઈ, ને આંસુ થીજી ગ્યાં બધાં,
ને પછી એ ભીંસતા આઘાતમાં આવી ગઝલ.
ભીંજવી ગઈ’તી અમોને સાથ સાથે એક સાંજ,
એક છત્રી, બેઉ ને બરસાતમાં આવી ગઝલ.
આ ‘પરાગે’ મ્હેકને છોડી હવામાં, ને પછી
ઝાકળે ભીંજાઈ એક પ્રભાતમાં આવી ગઝલ.
– પરાગ રતનપરા
#ગઝલ #સર્જન #કવિતા #પ્રેરણા #વરસાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Inspiration #BirthOfAPoem #CreativeProcess #Muse #ParagRatanpara