← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવકાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું કહે ‘આવીશ’, ત્યાંથી આંગણું શણગારમાં,
ઓસરી ઊભી રહી છે ક્યારની તૈયારમાં.

બારણું ખુલ્લું રહીને રાતભર જાગ્યા કરે,
ઊંઘ પણ આવી નહીં, ઘર ઝૂરતું અંધારમાં.

દીવડા હાથે ધરીને ઓટલા ઊભા હતા,
એક દીવો આંખમાં ને એક દીવો દ્વારમાં.

તું ન આવ્યો તોય ઘરને એટલો તો ફાયદો,
ધૂળ ખંખેરાઈ ગઈ આખાય આ ઘરબારમાં!

તું કહી ચાલ્યો ગયો ને મ્હેક લઈ બેઠો ‘પરાગ’,
ફૂલ થઈ ખીલ્યા કરે છે રોજ ઇંતેજારમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #આવકાર #પ્રતીક્ષા #પ્રિયજન #ઇંતેજાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Welcome #Waiting #Beloved #Anticipation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછૂટા શેર ૨૨૨૬–૨૨૬૫આગલો લેખ →કિનારા