← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આત્મપરિચય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નામ મોટું, ગામમાં મારી ગઝલની ધાક છે,
ઘેર પત્ની બોલતી: ‘થેલી ઉપાડો, શાક છે!’
મંચ પર તાળી પડે, ને ઘેર ઠપકો રોજનો,
ઓળખાણે બસ, જરી શી મ્હેક, ને બહુ થાક છે!

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખઝીલાય નાઆગલો લેખ →એ પૂરતું