આંસુ છે
જો, મિલનની આ સુહાની શી ઘડીમાં આંસુ છે,
ફૂલ થઈ ખીલી રહેલી કો કળીમાં આંસુ છે.
ઢોલ-ત્રાંસાં, ગીત, ગરબા, ને હરખતી’તી ગલી,
પણ વળાવી દીકરી જ્યાં, એ ગલીમાં આંસુ છે.
દોડતી દરિયે મળી, પણ ખારપટ થઈ જે ક્ષણે,
એટલે તો ઘૂઘવાતી એ નદીમાં આંસુ છે.
દીકરો પરદેશ જાતાં બાપ હરખાયો ઘણો,
બાપની એ હરખતી ઊંડી ખુશીમાં આંસુ છે.
ફૂલ મ્હેક્યું, ને ‘પરાગે’ દૂર ઊડી જોઈને,
છોડવાની એ સુગંધીની હસીમાં આંસુ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિલન #વિરહ #વિદાય #સુખદુઃખ #પરાગરતનપરા
#GujaratiGhazal #UnionAndParting #BittersweetJoy #Farewell #TearsOfJoy #ParagRatanpara