← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંખમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાજળે ઢાંકું, છતાં બસ તુજ ચહેરો આંખમાં,
ઊંઘ ક્યાંથી? રાતભર છે આ પહેરો આંખમાં.

તું હસી તો રાતનો અંધાર ઊડ્યો દૂર સૌ,
મધ્યરાતે ઊગતો જાણે સવેરો આંખમાં.

આ ગલીમાં રોજ ફરતો હું ફકીરો જેમ, ને
આખરે નાખ્યો તમારી મેં ય ડેરો આંખમાં.

તું નથી ત્યારે ખરું તોફાન ઊઠે છે, સખી,
એક દરિયો ત્યાં છલકતો, ને લહેરો આંખમાં.

આ પરાગે ફૂલ જેવી એક છોરી જોઈ, ને
એ દિવસથી છે ભ્રમરનો રોજ ફેરો આંખમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #આંખો #કાજળ #પ્રેમ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Eyes #Kohl #Romance #Longing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનદીઆગલો લેખ →પથ્થરો