← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંખ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ભીની, એક હસતી, એક કાલી આંખ છે,
જે ઢળે તારી નજરથી, એ જ વ્હાલી આંખ છે.

ચાંદ પકડી લાવવાના ખ્વાબ જોતી રાતભર,
એ જ બાળકની ઝળકતી, કો નિરાલી આંખ છે.

બારણે ઊભું, ન બોલે, હાથ લાંબો ના કરે,
પેટ ખાલી, મૌન હોઠે, એ સવાલી આંખ છે.

ઘર મહીં સૌ સાથ બેઠા, તોય ના બોલે કશું,
ફોન પર સૌ વ્યસ્ત, ને બસ સાવ ખાલી આંખ છે.

ફૂલ ખીલે, મ્હેક ઊડે, ને જુએ એને ‘પરાગ’,
જે ન ચૂંટે, સાચવે, એ બાગ-માલી આંખ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #આંખ #નજર #બાળપણ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Eyes #Gaze #Innocence #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભરબપોરેઆગલો લેખ →સાદું ગીત