← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંગણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ ફકીરો ગાય છે ને હાથ ખાલી આંગણે,
રોજ આવે, કૈં ન માગે, એ સવાલી આંગણે.

એકતારો, ઝાંઝ ને ગાણું કબીરાનું સદા,
ને નચાવે ગામ આખાની ય તાલી આંગણે.

શેઠ બોલે: ‘ચલ, ભિખારી!’, દ્વાર ભીડી દે તરત,
ને પછી કરતો સલામો, જ્યાં મવાલી આંગણે.

ઝૂંપડીએ રોટલો ને છાશ દીધી પ્રેમથી,
ત્યાં ફકીરે સૂર છેડ્યા, સાવ વ્હાલી આંગણે.

આ પરાગે ગંધ વેરી, ના કશું માગ્યું કદી,
પ્રેમની પીધી છલોછલ એક પ્યાલી આંગણે.

– પરાગ રતનપરા

#ગઝલ #ફકીર #સૂફી #કબીર #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Fakir #SufiSpirit #Kabir #Humanity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડામાં શ્યામઆગલો લેખ →ખૂલશે