← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આભનાં પાનાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભનાં પાનાં ઉપર લખશું અમે નવાં નવાં ગાનાં,
ધરતીના ખોળે ઊગેલાં અમે પંખીડાં નાનાં.

ખેતરને શેઢે સપનાં વાવ્યાં, નિશાળે શીખ્યા અક્ષર,
માના હાથે તિલક કર્યું ને ઊડ્યા લઈને સાકર;
પાંખોમાં છે પવન વતનનો, હૈયે ગીત મજાનાં…
આભનાં પાનાં ઉપર…

ચાંદ સુધી જઈ ધજા રોપશું, મંગળને કહેશું ‘રામ રામ’,
પણ સાંજ પડે તો પાછાં આવી ચૂમશું માટી-ગામ;
આભ ભલે ને આખું અમારું, મૂળ રહે આ ઠામનાં…
આભનાં પાનાં ઉપર…

પરાગ કહે: જે ઊંચું ઊડે, એ નીચે પણ જોતું,
ભૂખ્યાં, તરસ્યાં, થાક્યાં કાજે ઝૂકીને એ રોતું;
એવાં પંખી ગગન ગજાવે, ગીત ગવાય ઘર ઘરનાં…
આભનાં પાનાં ઉપર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહતા એ દિવસઆગલો લેખ →ઝૂર્યું નહીં તે મન