← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ માટી મારી મા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ માટી મારી મા, એનું ધાવણ અન્ન ને પાણી,
એના ખોળે ખેલ્યો, એની ગાઉં હું ગુણવાણી.

હિમાલય એનો મુગટ, ને સાગર ચરણ પખાળે,
ગંગા-નર્મદા પાલવ થઈને લીલી ધરતી પાળે;
ખેતરમાં સોનું પાકે, જ્યાં પરસેવે ધરતી ભીંજાણી…
આ માટી મારી મા…

સરહદ પર જવાન જાગે, ખેતરમાં ખેડૂ જાગે,
મજૂર ઈંટ ઉપાડે ત્યારે દેશ આગળ ભાગે;
ભગવો, ધોળો, લીલો, એ સૌ રંગની એક જ કહાણી…
આ માટી મારી મા…

પરાગ કહે: ધ્વજ ફરકાવો, ને ગાઓ ગૌરવ-ગીતો,
પણ ગલીનો કચરો વાળો, એ પણ દેશપ્રીતો;
માને માથે ફૂલ ચડાવો, આંખે રાખો પાણી…
આ માટી મારી મા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચકલીઆગલો લેખ →ક્યારે કહું?