યુ નો
હાય, હેલો, થૅન્ક્સ, સૉરી, એટલું બોલું, યુ નો,
માતૃભાષા ‘ઓલ્ડ’ લાગે, એટલે ભૂલું, યુ નો.
ગામડાની વાનગીઓ ‘મેનુ’માં મોંઘી બની,
‘ખાંડવી’ને ‘રોલ’ નામે ‘ડૉલરે’ વેચું, યુ નો.
રોજ મોકલતો રહું છું ‘ગુડ સવારો’ સૌ સગાં,
ને ખબર બાની કદી ના ફોનથી પૂછું, યુ નો.
રોજ ‘એ બી સી’ ભણે છે બાળકો, કક્કો નહીં,
‘હુ ઇઝ ગાંધી?’ સાંભળી હું શું કહું? ઝૂકું, યુ નો.
આ પરાગે ‘સેન્ટ’ વેચ્યાં ‘મૉલ’માં વર્ષો સુધી,
ફૂલ સાચાં ગામમાં છે, ત્યાં જ હું દોડું, યુ નો.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #માતૃભાષા #ગુજલિશ #ભાષાપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Gujlish #MotherTongue #LanguageSatire #HumourPoetry #ParagRatanpara