← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યોગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજના મા-બાપ સાથે બેસવું, એ યોગ છે,
ને બધું હોવા છતાં ના બેસવું, એ રોગ છે.

મંદિરે મોટો ધરાવે થાળ, ભૂખ્યો દ્વાર પર,
એક રોટી એમને દેવી, ખરો એ ભોગ છે.

મેટ મોંઘી, ફી હજારો, ફોન પર સેલ્ફી ઘણી,
શ્વાસ વેચે, ધ્યાન વેચે, યોગ પણ ઉદ્યોગ છે.

રોજ ભાણે સૌ મળે, પણ ફોનમાં ખોવાયલાં,
સાથ બેઠાં, તોય છેટાં, સાવ અજબ વિયોગ છે.

આ પરાગે ફૂલ સાથે વાયરો ભેટ્યો, અને
મ્હેક ઊડી ચોતરફ, એ ઈશનો સંયોગ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #યોગ #પરિવાર #સેવા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueYoga #Family #Service #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરેત છુંઆગલો લેખ →બૉસનો પડછાયો