← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યત્નો કરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેતમાં પાણી બનાવા ઝાંઝવાં યત્નો કરે,
પાનખરમાં ડાળ ઝાલી પાંદડાં યત્નો કરે.

રાત ઘેરી ને અમાસી, આભ કાજળ શું થયું,
ટમટમીને દીપવા સૌ તારલાં યત્નો કરે.

ઝૂંપડીમાં દીવડો ઝાંખો, ઘરે ઘોંઘાટ છે,
ફાટલાં પાનાં ઉકેલી બાળુડાં યત્નો કરે.

ચોતરફ ડામર, ધુમાડો, કાચના ટાવર ખડા,
તોય ભીંતે ફાટમાંથી ઝાડવાં યત્નો કરે.

આ પરાગે બાગ ખોયો, ડાળ સૂકી ઠૂંઠ છે,
ને ફરી ભીંજાવવા આ વાદળાં યત્નો કરે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રયત્ન #જિજીવિષા #આશા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Striving #WillToLive #Hope #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવેલઆગલો લેખ →અરે મનવા