← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીંટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાકિનારે
રેતીમાં
એની વીંટી ખોવાઈ ગઈ.

અમે બંને
ઘૂંટણિયે બેસી
આખી સાંજ
રેતી ચાળતાં રહ્યાં.

વીંટી ન મળી.

પણ એ સાંજે
ઘણાં વરસો પછી
અમારા હાથ
રેતીમાં
વારંવાર
એકબીજાને અડતા રહ્યા.

હવે
દર વરસે
એ જ દિવસે
અમે દરિયે જઈએ છીએ —

વીંટી શોધવા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનથીઆગલો લેખ →દીવાનગી