← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વહેંચણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલ,
હવે કોઈ ઉપાય નથી,
તો હાથ મેળવી લઈએ.

ના, રડવાનું નહીં —
આપણે સમજદાર છીએ.

તારી ચોપડીઓ
તારા થેલામાં,
મારાં ગીતો
મારી ડાયરીમાં.
બધું
ચોખ્ખું વહેંચાઈ ગયું.

બસ,
પેલી બારી પર
જે ચકલી
રોજ સવારે આવતી,
એને
કોના ભાગે મૂકીએ?

ચાલ,
એ પ્રશ્ન
આવતા જનમ પર
છોડી દઈએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમનનો મૃગઆગલો લેખ →વરસાદ અને એક ગાંડો