ઉપરથી
કામ નાનું હોય તો પણ કૈં ચડાવો ઉપરથી,
ફાઈલો દોડે પછી, એવા ઠરાવો ઉપરથી.
ચાય પાણી, પાન બીડી, ને સહીનો ભાવ છે,
આંખ મીંચી હાથ લંબાવી: પતાવો ઉપરથી.
રોડ ધોવાયો, પુલો તૂટ્યા, તપાસો ચાલતી,
આખરે આદેશ આવ્યો કે દબાવો ઉપરથી.
ગામમાં નળ એક આવ્યો, ને ઉજવણી ખૂબ થઈ,
એક ટીપું ના ટપક્યું, બસ લહાવો ઉપરથી.
ફૂલ સૂંઘો, ત્યાં જ બોલે: ‘ટેક્સ લાગે છે’, પરાગ,
મ્હેક છે ના મફતમાં, કૈં તો ભરાવો ઉપરથી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #લાંચ #ભ્રષ્ટાચાર #સરકારીતંત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Bribery #Corruption #RedTape #ParagRatanpara