← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉપાડે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે ઓસરી લીંપે, ભરી ગારો ઉપાડે છે,
બપોરે ઢોર માટે એ ઘણો ચારો ઉપાડે છે.

ઢળે છે સાંજ, તો ચૂલો, પછી બાળક નિશાળેથી,
અને રાતે ધણીનો આકરો પારો ઉપાડે છે.

જમાડી સર્વને, પોતે પછી ખાતી ભુખી પેટે,
યુગોથી ચાલતો આવ્યો, અહીં ધારો ઉપાડે છે.

કદી ના બોલતી ‘થાકી’, કદી ના માગતી થોડું,
સમંદર આંખમાં, તોયે હસી ખારો ઉપાડે છે.

પરાગે શબ્દમાં તોળી જુઓ, તો ભાર ના માપે,
ગઝલ થાકી, છતાં મા તો સકળ ભારો ઉપાડે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #ગ્રામ્યનારી #ત્યાગ #શ્રમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #RuralWoman #UnpaidLabour #Sacrifice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝબૂકેઆગલો લેખ →સાચી જીત