ઉઝરડા
ઢીંચણ પરના
ઉઝરડા જોઈ
દીકરો પૂછે છે:
‘પપ્પા, આ શેના?’
હું કહું છું:
‘સાઈકલ શીખતાં.’
એ હસે છે.
પછી પૂછે છે:
‘ને આ છાતી પરનો?’
છાતી પર
કોઈ ઉઝરડો નથી —
ચામડી સુંવાળી છે.
પણ એ નાનકડો
કેવી રીતે જાણી ગયો?
કેટલાક ઉઝરડા
ચામડી પર નહીં,
ચહેરાના સ્મિત પર
પડતા હોય છે,
ને બાળકો
એ જ પહેલાં વાંચે છે.
– પરાગ રતનપરા