ઉજાગરો
તમે જો સાથમાં જાગો, સિતારા પણ શરમ રાખે,
અને આ ચાંદ ઝૂકીને, લખી લેવા કલમ રાખે.
ન બોલું હું, ન બોલે તું, છતાં વાતો ન ખૂટે કંઈ,
હવે આ મૌન પણ જાણે, ઘણો મીઠો ભરમ રાખે.
ઝરૂખે એક દીવો છે, પવન સામે અડીખમ છે,
તમારા શ્વાસ પાસે એ, શિખાને બસ નરમ રાખે.
સવારે છૂટવું પડશે, ખબર છે બેઉને તોયે,
ઉજાગરનો ઘડીભર તો, હૃદય પૂરો ધરમ રાખે.
પરાગે રાતભર જાગી, લખી’તી એક જે વાતો,
સવારે ફૂલ ખીલ્યાં તો, હવા એનો મરમ રાખે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉજાગરો #પ્રેમ #ચાંદની #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #SleeplessNight #Love #Moonlight #Silence #ParagRatanpara