← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્યાં ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પલકથી કશું જ્યાં ખરે, ત્યાં ગઝલ,
હૃદયથી અધૂરું ઝરે, ત્યાં ગઝલ.

બળે દીવડો રાતભર એકલો,
સવારે ઘડીમાં ઠરે, ત્યાં ગઝલ.

ઘડી બે ઘડી જીવવું સ્હેલ છે,
કશું ભીતરે જ્યાં મરે, ત્યાં ગઝલ.

નથી મા, છતાં રાતના ઓરડે
હજી હાથ માનો ફરે, ત્યાં ગઝલ.

પરાગે ખરી ફૂલથી, વાયુએ
હવામાં જરા જ્યાં તરે, ત્યાં ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #કાવ્યસર્જન #સંવેદના #મા #સર્જનક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #BirthOfAGhazal #Poetry #Feelings #CreativeMoment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડોસો-ડોસીઆગલો લેખ →માટીના ગણપતિ