તું અને હું
તું
સવારની પહેલી ચા છે,
હું
એ ચા ઠરી જાય ત્યાં સુધી
છાપું વાંચતો માણસ.
તું
અધૂરું ગીત છે,
હું
એનો ભૂલાયેલો અંતરો.
તું
વરસાદ છે,
હું
એ છત્રી —
જે ખોલવાનું
હું દર વખતે ભૂલી જાઉં છું.
ને સાચું કહું?
ભૂલી જાઉં છું,
કારણ
ભીંજાવું મને ગમે છે.
– પરાગ રતનપરા