ટોચ પર
હતી એકલી બસ ધજા ટોચ પર,
મળી શોખથી એ સજા ટોચ પર.
નથી સાંભળાતા અવાજો હવે,
ઘણી દૂર નીચે પ્રજા ટોચ પર.
હતા મિત્ર, મેળા, ગલી, ધૂળ, ખેલ,
હવે ક્યાં રહી એ મજા ટોચ પર?
સતત ફોન ને રોજ મીટિંગ છે,
મળે ક્યાં ઘડીની રજા ટોચ પર?
પરાગે ઉપર જઈ નિહાળ્યું, અને
ન ખુશ્બૂ, ન ભમરા, કજા ટોચ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #સફળતા #એકલતા #શિખર #મહત્ત્વાકાંક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyAtTheTop #Success #Ambition #CostOfFame #ParagRatanpara