થયો છું
તમારા નમનથી જ પથ્થર થયો છું,
તમારી દુઆથી જ ઈશ્વર થયો છું.
તને રાહ જોતી નિહાળી સદાયે,
બની બારણું, હું જ ઉંબર થયો છું.
શિયાળે ઠરે ફૂટપાથે ભિખારી,
બની હૂંફ, એની જ ચાદર થયો છું.
ગઝલકાર એકલ, ઉદાસી ભરેલો,
બની શબ્દ, એનો જ અક્ષર થયો છું.
પરાગે હવામાં ભળી જઈ સુગંધે,
હતો ધૂળ, ને આજ અંબર થયો છું.
– પરાગ રતનપરા
#ગઝલ #શ્રદ્ધા #સમર્પણ #કરુણા #રૂપાંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #Faith #Devotion #Compassion #Transformation #ParagRatanpara