થઈ ગયો
તું મળે એ આશમાં હું સાવ તારો થઈ ગયો,
તું નદી થઈ ને વહી, હું તો કિનારો થઈ ગયો.
તું શિખા થઈને બળી ને ઝળહળી ઊઠી, સખી,
હું પતંગાની સમો ઊડ્યો, તિખારો થઈ ગયો.
તું વિના સૂની પડી છે ઓસરી ને આંગણું,
રાહ જોતો હું ય પાદરનો ઉતારો થઈ ગયો.
તેં કદી ગાયું હતું જે ગીત, એ ભૂલ્યો નહીં,
એ જ ગાતો ગામ ગામે એકતારો થઈ ગયો.
આ પરાગે ફૂલ પાસે જાત મૂકી, એ પછી
ને હવાનો હાથ પકડી હું પ્રસારો થઈ ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #વિરહ #ઓગળવું #પરાગરતનપરા
#GujaratiGhazal #Surrender #LoveAndLonging #Devotion #Becoming #ParagRatanpara