થાક છે
પીઠ પર દફ્તર નથી, પણ આ ખભાનો થાક છે,
ઊંઘમાં પણ દોડતો હું, એ દિશાનો થાક છે.
મંચ પરથી ખૂબ ગાજ્યો, લાલચે તાળી તણી,
મૌન બેઠો છું હવે, આ તો સભાનો થાક છે.
રોજ દસ ગોળી ગળું, ને ડૉક્ટરે દોડ્યા કરું,
રોગનો ઓછો, મને તો આ દવાનો થાક છે.
તું નથી, તો પણ હજી હું રાહ જોઉં છું અહીં,
આ વિરહનો થાક ના, આ તો વફાનો થાક છે.
આ પરાગે મ્હેક વેરી, ને હવે ખાલી થયો,
મ્હેક તો ના થાકતી, બસ આ હવાનો થાક છે.
– પરાગ રતનપરા
#ગઝલ #થાક #જવાબદારી #વફા #જીવનભાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Weariness #BurdenOfLife #Loyalty #MiddleAge #ParagRatanpara