ટેવાઈ ગ્યો
દર્દ જૂનું થઈ ગયું, હું ઘાવથી ટેવાઈ ગ્યો,
મિત્રના ખેલેલ સઘળા દાવથી ટેવાઈ ગ્યો.
ડુંગળી ને દૂધ, ઘી ને ગેસ સૌ મોંઘાં થયાં,
રોજ રડવાનું ય છોડ્યું, ભાવથી ટેવાઈ ગ્યો.
રાત આખી એકલો, ના કોઈ માથે હાથ પણ,
ખાટલે પડખાં ઘસીને તાવથી ટેવાઈ ગ્યો.
વાદળો આવ્યાં, ગયાં, ને જળ ગયાં પાતાળમાં,
ગામ સાથે હું ય સૂકી વાવથી ટેવાઈ ગ્યો.
આ પરાગે દર્દ સૌ શબ્દો મહીં ગૂંથ્યાં, અને
રોજ લખવાના નશીલા ચાવથી ટેવાઈ ગ્યો.
– પરાગ રતનપરા
#ગઝલ #ટેવ #સહનશીલતા #મોંઘવારી #દુકાળ #પરાગરતનપરા
#GujaratiGhazal #GettingUsedToIt #Endurance #Inflation #Drought #ParagRatanpara