← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તને વાંધો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારું ગીત ખુલ્લા કંઠથી ગાઉં, તને વાંધો?
વરસતા મેઘમાં હું મન ભરી ન્હાઉં, તને વાંધો?

કહે ડૉક્ટર: ‘ન લો મીઠું, ન લો સાકર, ઘટાડો ઘી’,
તહેવારે જલેબી બે ઘડી ખાઉં, તને વાંધો?

કહે સૌ: ‘વૃદ્ધ છો, બેસો હવે, માળા જપો ઘરમાં’,
ઉમર સાઠે ફરી મેળે જરા જાઉં, તને વાંધો?

કદી ના કોઈનું લૂંટ્યું, કદી ના કોઈને નડ્યો,
પતંગો જેમ આભે હું લહેરાઉં, તને વાંધો?

ભલે કાલે ખરી જાશું, નિયમ એ બાગનો, જાણું,
પરાગે આજ ખુશ્બૂ થઈ જ ફેલાઉં, તને વાંધો?

– પરાગ રતનપરા

#ગઝલ #મસ્તી #જીવનઆનંદ #સ્વતંત્રતા #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #JoyOfLiving #FreeSpirit #LiveYourWay #Zest #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહું ચાલતોઆગલો લેખ →ઓ મનવા