← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તણખલાંના માણસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાવાઝોડું આવ્યું
ત્યારે
મોટાં ઝાડ
મૂળ સહિત ઊખડી ગયાં.

ઘાસનાં તણખલાં
નમી ગયાં,
ધૂળમાં માથું મૂકી દીધું,
ને પવન
એમની ઉપરથી
ચાલ્યો ગયો.

સવારે
ગામે જોયું —
વડ પડ્યો છે,
પીપળ પડ્યો છે,
ને ઘાસ
ઊભું છે,
ઝાકળ લઈને.

અમે પણ
તણખલાંના માણસ છીએ.
અમારી પાસે
ન મોટાં મૂળ,
ન ઊંચી ડાળ,
ન નામ, ન ઠામ.

પણ
નમતાં આવડે છે,
ને વાવાઝોડું પસાર થાય
પછી
ઊભાં થતાં પણ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસૂરજ અને ચકીઆગલો લેખ →ઊડી શકાયું હોત તો