તમારા સુધી
બધા માર્ગ છે બસ ઇશારા સુધી,
પછી એક રસ્તો તમારા સુધી.
ભલે પગ થકે, ને ભલે હાંફ હો,
તને શોધવા ગ્યો સિતારા સુધી.
હતું ઘોર તોફાન, ભાંગી હતી,
છતાં નામ તારું કિનારા સુધી.
અમે તો નમાજી નથી, તોય પણ
નજર જાય રોજે મિનારા સુધી.
‘પરાગે’ સુગંધી સફર આદરી,
પવન પર ચડી ફૂલ-ક્યારા સુધી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રતીક્ષા #રસ્તો #ઇબાદત #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #PathToYou #Devotion #Longing #ParagRatanpara