તાપણું
શિયાળાની સવારે
બા
તાપણું કરે છે.
ધુમાડો
આખા ફળિયામાં ફરી વળે,
આંખો બળે,
ઉધરસ આવે.
પણ ગામ આખું
એ તાપણાની આસપાસ
ભેગું થાય છે —
દૂધવાળો,
ટપાલી,
પડોશનાં છોકરાં,
ને એક રખડતું કૂતરું.
શહેરમાં
મારે ઘેર
હીટર છે —
ધુમાડો નહીં,
ઉધરસ નહીં,
ને
કોઈ નહીં.
– પરાગ રતનપરા