સ્પર્શ
એક પળ તેં હાથ ઝાલ્યો, ને બધું સંગીત છે,
રક્તમાં વાગે સિતારો, શ્વાસ સઘળાં ગીત છે.
આંગળીનાં ટેરવાંમાં વીજળી દોડી જરા,
આભ ગાજ્યું, તોય લાગે, એ જ તારી પ્રીત છે.
આંખ ઊંચી ના થતી ને હોઠ પણ થરથર થતા,
જેઠના તડકે ય મારા દેહમાં બસ શીત છે.
હાથમાં લઈ હાથ તારો, હું બધું હાર્યો, છતાં
હારમાં જેવી મજા, એવી ન કો’ પણ જીત છે.
ફૂલને ચૂમ્યો પવન ને મ્હેક થઈ ઊડ્યો ‘પરાગ’,
એક સ્પર્શે, આ હવામાં દૂર લગ સૌ મીત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્પર્શ #પ્રથમપ્રેમ #રોમાંચ #પ્રીત #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstTouch #RomanticPoetry #LoveStruck #Surrender #ParagRatanpara