← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્મશાનનો ચોકીદાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્મશાનનો ચોકીદાર
બપોરે
ચિતાની બાજુમાં બેસીને
ટિફિન ખોલે છે —
રોટલી, શાક, અથાણું.

એક ચિતા ઠરી રહી છે,
બીજી હજી ભડભડે છે.
એ ધુમાડો હાથથી ખસેડે છે,
જેમ આપણે માખી ઉડાડીએ.

મેં પૂછ્યું: ‘બીક નથી લાગતી?’

એ હસ્યો:
‘સાહેબ, અહીંથી તો કોઈ
ઊઠીને પાછું આવતું નથી.
બીક તો
તમારા ગામમાં લાગે —
જ્યાં બધા જીવતા છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખલઈ જા મનેઆગલો લેખ →ફૂલ દોર્યું