← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સિંહાસન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને જ્યાં ઊંઘ આવે, એ જ મારી ખાટ સિંહાસન,
કથાકારો કથા વાંચે, પુરાણી પાટ સિંહાસન.

નદીકાંઠે ભજન ગાતો ફકીરો એક બેઠો’તો,
નહીં ગાદી, નહીં છત, બસ નદીનો ઘાટ સિંહાસન.

બધાને પાય લાગ્યા, ને ગલી ગામે ગયા’તા જે,
હવે મળતા નથી, એ તો સજાવે હાટ સિંહાસન.

હતી બા ઓસરીમાં, ઢોલિયો ઢાળી, ભજન ગાતી,
પ્રતીક્ષાના ઝરૂખે દીકરાની વાટ સિંહાસન.

પરાગે ના ધરી ગાદી, ન માગ્યું તાજ કે છત્તર,
ગઝલ ગાતો રહે, એનું ય ચારણ-ભાટ સિંહાસન.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વમાન #સાદગી #ફકીરી #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfWorth #HumbleThrone #Simplicity #PowerAndPolitics #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅડધો લકવોઆગલો લેખ →મોભે કાગ