← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શું માગું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને પામ્યો, હવે ચારે ય તીરથ-ધામ, શું માગું?
મુખે બસ રોજ લેવું એક તારું નામ, શું માગું?

મળે બે ટંકની રોટી, મળે છાંયો ભલે નાનો,
હથેળી વ્યસ્ત રાખે, એ જ દઈ દે કામ, શું માગું?

નથી મીરાં, નથી નરસૈં, નથી હું કોઈ જ્ઞાની પણ,
મળે બસ આંખ મીંચું ત્યાં, હૃદયમાં શ્યામ, શું માગું?

થયો ઘરડો, હવે ઘૂંટણ કરે ફરિયાદ ચાલું ત્યાં,
હવે બસ ઓસરીમાં ખાટલો, આરામ, શું માગું?

પરાગે શ્વાસ લીધા જે, બધામાં તું જ મ્હેક્યો'તો,
હવે તો મ્હેકનું આખું ભરેલું ગામ, શું માગું?

– પરાગ રતનપરા

#ગઝલ #ભક્તિ #સંતોષ #પ્રાર્થના #શ્યામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Contentment #Prayer #Krishna #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચાલવું પડેઆગલો લેખ →પ્રશ્નોનું ગીત