← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શેઢો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુએ
ભાઈ સાથેના ઝઘડામાં
ખેતરનો શેઢો
એક હાથ
જતો કર્યો.

ગામ હસ્યું:
‘ઢીલા પડ્યા.’

આજે ત્રીસ વર્ષે
ભાઈનો દીકરો
બાપુના ખાટલે બેસીને
ખાંસતા બાપુને
દવા પાય છે.

શેઢો તો
હજી ત્યાં જ છે,
પણ વચ્ચે
વાડ નથી.

એક હાથ જમીન
જતી કરી હતી —
આખો ભાઈ
પાછો મળ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરળિયામણીઆગલો લેખ →માથાબોળ