← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે કહી શક્યો નહીં, એ સૌ સમાયું શબ્દમાં,
રાતનું મૂંગું રુદન પણ, એ ગવાયું શબ્દમાં.

હાથની રેખા ભલે કોરી રહી આખી ઉમર,
જે વિધાતાએ ન લખ્યું, એ લખાયું શબ્દમાં.

ગામ વેચી ફ્લેટ લીધા, ઘર નવાં, રસ્તા નવા,
ઓસરી ને ચોક, ચોરો, સૌ છુપાયું શબ્દમાં.

હાથ ખાલી જન્મથી ને અંતમાં ખાલી, છતાં
આયખું આખું ય મારું તો ભરાયું શબ્દમાં.

આ ‘પરાગે’ ફૂલ થઈ જે મ્હેક દીધી વાયરે,
એ જ ઉપવન તો ફરીથી ત્યાં રચાયું શબ્દમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #શબ્દ #કવિતા #સર્જન #અભિવ્યક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Poetry #Creation #Expression #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજાગ તુંઆગલો લેખ →ખીલી