← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સવાલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળે સાંજ ત્યાં બસ બિચારા સવાલો,
ન ઉત્તર, ન ક્યાંયે સહારા, સવાલો.

ઉદાસી ભરી સાંજ, મોજાં ઉછળતાં,
ડુબાડે બધા યે કિનારા સવાલો.

ફરે પ્રશ્ન ઘર ઘર મુસાફર બનીને,
નથી ક્યાંય એને ઉતારા, સવાલો.

હસે ચાંદ, તારા ઝગે આભ આખું,
છતાં ના ગમે એ નજારા, સવાલો.

પરાગે ભરી મ્હેક સૌ સાંજમાં, ત્યાં
પછી ના પજવતા દુબારા સવાલો.

– પરાગ રતનપરા

#ગઝલ #સવાલ #સાંજ #ઉદાસી #અનુત્તર #પરાગરતનપરા
#GujaratiGhazal #Questions #Evening #Melancholy #NoAnswers #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝડીઆગલો લેખ →બગલો અને સૂરજ