સમય
ગયો આવવાનો, જવાનો સમય,
દવા ક્યાં હવે? છે દુઆનો સમય.
હતી ચાંદની, રાસ, ગરબા, ગલી,
જુવાની હતી એ નશાનો સમય.
કરી ભૂલ, ત્યારે ખબર ના પડી,
હવે ઘડપણે છે સજાનો સમય.
ઘણી ફાઈલો, બૉસ, ને નોકરી,
હવે છે નિરાંતે રજાનો સમય.
પરાગે ઘણી મ્હેક વેરી અહીં,
હવે ઊડવાનો, હવાનો સમય.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #જીવનચક્ર #ઘડપણ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #SeasonsOfLife #OldAge #Farewell #ParagRatanpara