સમાયો છે
કશું પીધું નથી તો પણ, નશો આ કેમ છાયો છે?
ફકીરે કાનમાં એવો અલખનો સૂર ગાયો છે.
ઘડો માટી તણો ખાલી, હતો અંધારમાં સૂતો,
મને પીરે અડાડી જ્યોત, ને સૂરજ સમાયો છે.
હવે નાચું, હવે બેસું, બધું સરખું જ લાગે છે,
ગયો હું તો હવે જે છે, બધામાં એ છુપાયો છે.
ફકીરે હાથ લંબાવ્યો, ધરી મેં રોટલી અડધી,
યુગોથી જીવ ભૂખ્યો’તો, પછી આજે ધરાયો છે.
પરાગે ક્યાં લખી છે આ ગઝલ, એ તો ઉતારી છે,
અલખના હાથમાં એ તો કલમ થઈને લખાયો છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #અલખ #ફકીરી #આત્મજ્ઞાન #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #DivineIntoxication #Mysticism #InnerLight #ParagRatanpara