સફેદી
મંત્રીજીનું ઝભ્ભું
સફેદ છે.
એટલું સફેદ
કે એની સામે
દૂધ પણ શરમાઈને
દહીં થઈ જાય.
દર વર્ષે
પૂર આવે, દુકાળ પડે,
પુલ તૂટે, ખેડૂત મરે —
પણ ઝભ્ભા પર
એક ડાઘ નથી પડતો.
એક દિવસ
એક બાળકે પૂછ્યું:
‘આ ઝભ્ભું કયા સાબુથી ધોવાય છે?’
મંત્રીજી હસ્યા,
માથે હાથ ફેરવ્યો,
ને ફોટોગ્રાફરને ઇશારો કર્યો.
બીજે દિવસે છાપામાં હતું:
‘મંત્રીજીનો બાળકો સાથે સંવાદ’.
બાળકનો પ્રશ્ન
છપાયો નહીં.
– પરાગ રતનપરા