← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સફર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ચાલું છું, ખબર ક્યાં લઈ જશે મારી સફર,
હું જ પાટા, હું જ ગાડી, હું જ સ્ટેશન, હું ડગર.

દોડતાં વૃક્ષો કહે છે, ‘તું ઘડી ઊભો રહે,
ડાળ પર મ્હોરી રહી છે આજ જાણે પાનખર.’

કેટલાં સ્ટેશન ગયાં, ને કેટલા સાથી ગયા,
જે ગયા એ ક્યાં ગયા, એની જરા પણ ના ખબર.

સૌ મુસાફર ફોનમાં ખોવાઈ બેઠા છે અહીં,
કોણ બારી પાર નાખે છે ઘડીભર પણ નજર?

આખરી સ્ટેશન મળે તો ઊતરી જઈશું, ‘પરાગ’,
આ જ ડબ્બામાં રહી જાશે અમારી બસ અસર.

– પરાગ રતનપરા

#ગઝલ #સફર #જીવનયાત્રા #સ્ટેશન #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #JourneyOfLife #TrainOfLife #LettingGo #Legacy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવાંસળીઆગલો લેખ →ચકલી