સાપ છે
આદિથી દેવના બાગમાં સાપ છે,
ને હજી આપણા ત્યાગમાં સાપ છે.
ત્યાં હતું એક ફળ, ફોન પર ચિત્ર થઈ,
આંગળીઓ તણા ભાગમાં સાપ છે.
કાલિયો નાથતો કાન, ને તોય પણ
વાંસળીના મધુર રાગમાં સાપ છે.
ક્રોધના બોલ સૌ ડંખતા આજ પણ,
રાખ થઈ, તોય એ આગમાં સાપ છે.
આ ‘પરાગે’ નિહાળી સ્વયંને જરા,
ઊજળા વસ્ત્રના દાગમાં સાપ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પુરાકથા #લાલચ #ક્રોધ #આત્મમંથન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mythic #Temptation #SerpentWithin #Introspection #ParagRatanpara