સાંજે ફરી
યાદ ઊભી છે અચાનક આંગણે સાંજે ફરી,
આરતીનો સૂર રેલ્યો ઉંબરે સાંજે ફરી.
કામમાં ને ભીડમાં આખો દિવસ વીતી જતો,
તોય ભીની થાય તું આ પાંપણે સાંજે ફરી.
એ જ પંખી, એ જ કલરવ, વડ ય એનો એ જ છે,
હું ય બેસું આપણા એ ગોખલે સાંજે ફરી.
કોઈ પૂછે, ‘શું થયું?’ તો વાતને ટાળી દઉં,
જીવ દોડી જાય પેલા પાદરે સાંજે ફરી.
આ પરાગે બારસાખે પાંદડાં બાંધ્યાં હતાં,
મ્હેક તારી ઝૂલતી આ તોરણે સાંજે ફરી.
– પરાગ રતનપરા
#ગઝલ #સાંજ #સ્મરણ #પ્રેમ #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dusk #Remembrance #LostLove #VillageMemories #ParagRatanpara