← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સામાન્ય માણસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ કોઈ પોસ્ટર પર નથી,
કોઈ ભાષણમાં એનું નામ નથી,
કોઈ પુસ્તકના પહેલા પાને
એનો ફોટો નથી.

એ સવારે છ વાગ્યે
ટિફિન લઈને નીકળે છે,
લોકલમાં લટકે છે,
ને સાંજે
દીકરી માટે
પાંચ રૂપિયાની પીપર લઈને પાછો ફરે છે.

એણે કોઈ યુદ્ધ નથી જીત્યું,
કોઈ પહાડ નથી ચડ્યો,
કોઈ ક્રાંતિ નથી કરી.

બસ,
ત્રીસ વર્ષ સુધી
રોજ
એક ઘરને
પડવા નથી દીધું.

ઇતિહાસ એને
‘નાયક’ નથી કહેતો.
પણ એની દીકરી
રાતે ઊંઘમાં
એનો હાથ પકડીને સૂએ છે —
એ કોઈ પણ ચંદ્રકથી
મોટી વાત છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછોડાવજેઆગલો લેખ →નવું વર્ષ